એક કુંભારે અધકચરી ઈંટો પર માથાં પટક્યાં,
|
ગઝલ
|
|
એક કુંભારે અધકચરી ઈંટો પર માથાં પટક્યાં,
ભીંત વચે બાકોરું પાડી દરવાજા ત્યાં અટક્યા!
ન્યાયાધીશને તો લગબગ બદ્ધાં જ મહોરાં ખટક્યાં,
(પણ) માત્ર બુકાની બાંધેલા ચહેરા ફાંસી પર લટક્યા!
જે દૃશ્યોએ પાંપણનાં પોલાણોમાં ઘર બાંધ્યાં,
એજ દૃશ્ય અંધાધૂંધીમાં કીકી વચ્ચે ચટકયાં,
છોને વૃક્ષ ત્યજીને શોધે પાંદાં લાખ દિશામાં,
હાથ નહીં આવે ડાકુ, જે લીલાશો લૈ છટક્યા.
દર્પણને ઉલ્ટાં કરવાથી ફર્ક નથી પડવાનો,
ચહેરા પોતે સંમત થૈ જ્યાં ઊંધે માથે લટક્યા!
કોણ ફેફસાં મારા જેવાં, બનાવટી લૈ આવ્યા?
વર્ષોથી જે પાળ્યા'તા એ શ્વાસ અચાનક છટક્યા!
કઈ રીતે હું મારાં આ સંવેદનને સંબોધું?
ઊભાં'તાં જડભરત બનીને, ચાલ્યાં ત્યારે ભટક્યાં
========================
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
Ghanshyam Thakkar
Oasis Thacker