1984માં નિરંજનભાઈ અમેરિકા આવ્યા ત્યારે તેઓ મારા ઘરના મહેમાન બન્યા હતા.
તેઓનો કાવ્યપઠનનો કાર્યક્રમ ડાલાસના ગુજરાતીઓએ માણ્યો હતો. એ યાદો આજે પણ તાજી છે.
તેઓએ મારાં થોડાં કાવ્ય વાંચ્યાં હતાં, અંને તેમને ખૂબ પસંદ આવ્યાં હતાં. ખરેખર તો ભારત આવી પૂજ્ય ઉમાશંકર જોશીને મારા કાવ્યસર્જન માટે એમણે જ વાત કરી હતી. ઉમાશંકરભાઈ બીજે વર્ષે અમેરિકા આવ્યા ત્યારે તેમણે સવારે ચા-નાસ્તાના સમયે કહ્યું, ‘તનારાં કાવ્યો નહીં બતાવો ત્યાં સુધી ચા નહીં મળે!’ મારા માટે એથી વધારે ગૌરવની વાત કઈ હોઈ શકે?
તેમણે ભેટ આપેલો ‘છંદોલય’ આજે પણ અમેરિકામાં સાચવી રાખ્યો છે.
મારા કાવ્યસંગ્રહ
‘ભૂરી શાહીના કૂવા કાંઠે‘ના પ્રકાશન દરમ્યાન પણ તેઓએ ખૂબ મદદ કરી હતી.
તેઓ એક ક્રાંતિકારી કવિ હતા, જેમણે ગુજરાતી સાહિત્યમાંં આધુનિક કવિતાનો પાયો નાખ્યો.
૨૦૧૦માં તેમને મળ્યો ત્યારે તેમણે તેઓનો છેલ્લો કાવ્યસંગ્રહ ‘૮૨મે’ પણ ભેટ આપ્યો.
તેઓના જવાથી ગુજરાતી સાહિત્યમાં અને આપણા સૌના જીવનમાં ન પૂરાય એવી ખોટ પડી છે.
શ્રી નિરંજન ભગતને એક પત્ર-કાવ્ય
સૌજન્ય : જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
યાદો – અમૂલ્ય અતિથિ શ્રી નિરંજન ભગત
બે અભિસારિકા કાવ્યો
નિરંજન ભગત
——————————————————–
સૌજન્ય
૮૬મે (કાવ્યસંગ્રહ) – નિરંજન ભગત
સાભાર સ્વીકાર
૮૬મે
નિરંજન ભગત
——————————————————————————————————————————————
કૃતજ્ઞતાને ઊજવી રહ્યો (અછાંદસ) – નિરંજન ભગત
કૃતજ્ઞતાને ઊજવી રહ્યો અછાંદસ નિરંજન ભગત
ફરવા આવ્યો છું – નિરંજન ભગત
ફરવા આવ્યો છું – નિરંજન ભગત હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? અહીં પથ પર શી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા! …..…..More સૌજન્ય : છંદોલય – નિરંજન ભગત
Pingback: પૂજ્ય નિરંજન ભગતને ચીર વિદાય – ઘનશ્યમ ઠક્કર | ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુજરાતી કવિતા અને સંગીત