ફરી ચાલો પંથે ( છંદઃ શિખરિણી ) ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

છંદઃ શિખરિણી

 Kalapiketan236

મિત્રો,

મારા પ્રસિધ્ધ બે કાવ્યસંગ્રહો અંતર્ગત, (અને બીજા બે અપ્રગટ કાવ્યસંહો ગણીએ તો કુલ ચાર કાવ્યસંગ્રહોમાં) આ એક માત્ર કાવ્ય અક્ષરમેળ છંદ (શિખરિણી)માં લખાએલું છે.

મારો અક્ષરમેળ છંદ સાથેનો  સંબંધ રસપ્રદ છે. મેં પાંચમા ધોરણ સુધી નાનકડા ગામ દેથલી (જી. ખેડા)માં અભ્યાસ કર્યો હતો. ત્યારે અક્ષરમેળ છંદોમાં લખાએલ કાવ્યો મને ખૂબ જ પસંદ હતાં. ખાસ કરીને શિખરિણી, મંદાક્રાન્તા, અને શાર્દૂલવિક્રિડિત છંદોમાં. હું અને મારી બહેન ખાસ કલાપી અને ઉમાશંકર જોશીનાં છંદમાં લખાએલ કાવ્યો ફિલ્મી ગીતોની જેમ રાગમાં ગાતા. આજે પણ આ અને બીજા છંદના રાગ મધુર લાગે છે.

અમદાવાદમાં દીવાન-બલ્લુભાઈ હાઇસ્કૂલમાં હું અક્ષરમેળ છંદોમાં કાવ્યો લખતો. ૧૯૬૮-૬૯માં એલ.ડી એન્જિનિયરિંક કોલેજમાં, અને એ પછી, સાહિત્ય કક્ષાની કવિતાઓ લખવાનું શરૂ કર્યું ત્યારથી, માત્ર આ એક કાવ્ય અક્ષરમેળ છંદમાં લખાયું છે.

એનાં કારણ ઘણાં છે. પરંતુ મુખ્યત્વે, ૧૯૭૦ પછી ગુજરાતી કવિતામાં આવેલી ક્રાન્તિ જવાબદાર છે. આધુનિક કાવ્યો આંતરમનનાં સંવેદનો રજુ કરવામાં જુની પેઢીનાં કાવ્યો કરતાં હજારો માઈલ દૂર થઈ ગયાં હતાં; અને આ સુક્ષ્મ અને જટિલ સંવેદનો અક્ષરમેળ છંદોના ગણિતીય ફોર્મેટમાં રજુ કરવાં કઠિન હતાં ક્યારેક ‘ભદ્રંભ્દ્રિય’ પણ લાગતાં. ઘણા આધુનિક કવિઓએ તો બધા જ છંદો સામે બળવો કર્યો હતો, અને માત્ર અછાંદસ કાવ્યો જ લખતા. પણ અનિલ જોશી, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા જેવા આધુનિક કવિઓએ ગીત અને ગઝલ જેવા માત્રામેળ છંદોમાં એમનાં અસાધારણ કલ્પન રજુ કર્યાં. એ પછી મોટા ભાગનાં છંદોબદ્ધ આધુનિક કાવ્યો મુખ્યત્વે માત્રામેળ છંદોમાં લખાયાં છે

લયના અને રસના સંદર્ભમાં અક્ષરમેળ અને માત્રામેળ છંદમાં ક્શો તફાવત નથી. આ સંદર્ભમાં મેં લેખ ‘ લગાગા? નનાના! છંદ કાનથી વાંચતાં-લખતાં શીખો … ‘ માં સ્પષ્ટતા કરી છે.

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in Club Oasis, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Literature, Gujarati Net, Gujarati Poetry, Kavita, Oasis Thacker, Oasis-Poetry, Poem, Poetry, Sangeet, घनश्याम ठक्कर, घनश्याम ठक्कर (ओएसीस), કવિતા, ગુજરાત, ગુજરાતી કવિતા, ગુજરાતી નેટ, ગુજરાતી બ્લોગ, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે, સાહિત્ય and tagged , , , , , , , . Bookmark the permalink.

One Response to ફરી ચાલો પંથે ( છંદઃ શિખરિણી ) ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

  1. Pingback: ફરી ચાલો પંથે ( છંદઃ શિખરિણી ) ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) | ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુજરાતી કવિતા અને સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *