એને વિજોગ (નવરાત્રી ડાંડિયારાસ) – ગીત & સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Ghanshyam Thakkar

એને વિજોગ

ડાંડિયારાસ

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ

Play MP3 Audio>

Play youtube Video

Video will be uploaded in few hours

एने विजोग

गीत-संगीतः घनश्याम ठक्करOasis

Music & Lyrics: Ghanshyam Thakkar ‘Oasis’

My facebook

MY MUSIC

એને વિજોગ
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ
 
પાલવડે દડદડતી યાદ એની સૈયર! ઓશીકે સીંચાતાં શમણાં;
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
 
એને વિજોગ દંન ભડકે બળે, ને રાત થોરિયાની વાડ્યોમાં જાગતી,
ટીમણ ટાણે તો ખળે ડાંગર ઝુડાય એમ હૈયા પર ઝાપોટ્યો વાગતી.
મારે તો પૂરવાના ખાળ હવે સૈયર! છોને દે ભેંસ દૂધ બમણાં….. 
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
   
વેઠી વૈશાખ મેં તો  જળ રે સીંચ્યાં, ને પેલાં વરસ્યાં વાદળ મારાં થાય ના,
કેવે તે ઘોડલે થ્યા છે અસવાર એ, કે નજર્યુંના ઢાળ આ ચઢાય ના? 
ધગધગતી ધરતી એ ઠારે યે કોણ જેની ઉપરથી વ્હૈ જાતાં ઝરણાં, 
પાલવડે દડદડતી યાદ એની સૈયર! ઓશીકે સીંચાતાં શમણાં;
 
અંધારા સૂરજને જોવાને કાજ મારે ઓલવવા આંખ્યુંના દીવા?
એને પામ્યાના મારા છલછલતા કળશ્યેથી કોરા તે ઘૂંટડા પીવા!
ખોળિયાનો ખાલીપો વેંઢારું ક્યાં લગ, કે અંતરનાં થૈ ગ્યાં ઊઠમણાં
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in AasopalavNi Dale, Bollywood Oasis, Club Oasis, Dance Music, Dandiaraas, Dandiya Raas, Garba, geet, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Literature, Gujarati Music, Gujarati Net, Gujarati Poetry, Happy Navratri, Hindi Blog, Hindi Net, Kavita, Movie, MP3, MP4, Music, Navratri, Oasis Thacker, Oasis-Music, Poetry, Sangeet, Video, You Tube Video, youtube, आसोपालव नी डाळे, गरबा, गीत, गीत और संगीतः घनश्याम ठक्कर (ओएसीस), घनश्याम ठक्कर, घनश्याम ठक्कर (ओएसीस), डांडिया रास, डांडियारास, विडियो, संगीत, हिन्दी नेट, हिन्दी ब्लोग, આસોપાલવની ડાળે, ગરબા, ગીત, ગુજરાત, ગુજરાતી કવિતા, ગુજરાતી નેટ, ગુજરાતી બ્લોગ, ગુજરાતી સંગીત, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, ડાંડિયા રાસ, ડાંડિયારાસ, દાંડિયા રાસ, દાંડિયારાસ, ભૂરી શાહીના કૂવા કાંઠે, વિડિયો, સંગીત and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *