નવરાત્રી ગરબાઃ એને વિજોગ – ગીત & સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ

Play>

एने विजोग

गीत-संगीतः घनश्याम ठक्कर

ગુજરાતી ગરબા, રાસ અને લોકગીતોમાં કરુણ રસ.

ગરબા અને ડાંડિયારાસ, નવરાત્રીનો ઉત્સવ એ તો ઉલ્લાસના દિવસો છે. નાચવા-કૂદવાના અને મોજ કરવાનાં ટાણાં છે. પણ તમે ગરબા અને લોકગીતો પર નજર નાખશો, તો જણાશે કે આનંદની છોળો સાથે આપણે જે ગરબા કે રાસને તાલે નાચીએ છીએ, તેમાંના ઘણા ભારોભાર કરુણરસથી ભરેલા છે. ઘણાને આ વિરોધાભાસથી આશ્ચર્ય થતું હશે.

શ્રી ઉમાશંકર જોશી અમેરિકામાં મારે ઘેર પધાર્યા ત્યારે વાર્તાલાપ દરમ્યાન એક શ્રોતા એ આ પ્રકારનો પ્રશ્ન કર્યો. ઉમાશંકરભાઈનો ઉત્તર યાદગાર હતો. ‘કરુણ ઘટનાની યાદ ભલે દર્દ આપનારી હોય, પણ જ્યારે કવિ, કે વાર્તાકાર તેને કલાત્મક સ્વરૂપે રજુ કરે છે, ત્યારે તેમાંથી એક શાતા અનુભવાય છે.’

અને તેથી ટ્રેજેડી (સાહિત્ય) અને કરુણ ઘટનામાં ઘણો ફર્ક છે. કરુણ સાહિત્ય, એક કરુણ પ્ર્સંગને એક ‘હિલીંગ પ્રોસેસ’ બનાવી દે છે, અને હ્રદયને એક જુદા પ્રકારની આનંદની અનુભૂતિ કરાવે છે. અને આ સત્ય માત્ર સાહિત્ય જ નહીં, બધી કલાઓ માટે સાચું છે. ગુજરાતી ભાષાનો સૌથી લોકપ્રિય ગરબો, ‘મેંદી તે વાવી માળવે’ આમ તો એક વિરહિણીની વ્યથાનું વર્ણન કરે છે. એની ફરિયાદને વાચા આપે છે. ક્યારેક ગરબાઓ સામાજિક અન્યાય અને કૃરતાને પણ સાંકળી લે છે. ‘પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે’ ગરબામાં પગ લપસી જતાં માટીનું બેડું ફૂટી જાય ત્યારે, આવા નિર્દોશ અકસ્માત છતાં વહુ પોતાના સાસુ, સસરા, જેઠની બીકથી ભયભીત છે. અરે એનો પરણ્યો પણ એના બચાવમાં આવતો નથી. ’દાદા હો દીકરી’ માં દાદાની લાડકી પૌત્રી પરણી ને વઢિયાર (વાગડ)માં જાય છે ત્યારે આ વિસ્તારની ક્રૂર સાસુ અને અન્ય સાસુઓનો કડવો અનુભવ ગાય છે. ‘દાદા, હો દીકરી વાગડમાં ના દેશો રે સૈ, વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે’ આ ગીતમાં માત્ર એક સાસુ નહીં, આ વિસ્તારની બધી સાસુઓ વિષે ફરિયાદ છે.

કોઈ પણ સંગીત રચનામાં નીચેનાં મહત્વનાં અંગો હોય છે.

  1. ગીતના શબ્દ: મોટા ભાગનાં લોકગીતોના શબ્દો તો સાદા, વાતચીતના હોય છે.
  2. સ્વરરચના: જે તમારા હ્રદયને ડોલાવે છે, તે તેની સ્વરરચના કે કોમ્પોઝીશન છે. કોમ્પોઝીશનના બે ભાગ છે. એક તો ગીતના શબ્દો જે રાગમાં ગવાય તે રાગ; અને અને આંતરા વચ્ચે વાગતા વાજિંત્રનો રાગ. સામાન્ય રીતે ગુજરાતી લોકગીતોમાં રાવણહથ્થો (ગામડાની સસ્તી વાયોલીન કે સારંગી) ગાયકને સતત કૉમ્પ્લીમેંટ આપતો હોય છે.  ક્યારેક શરણાઈ પણ વગાડાય છે.
  3. ગાયકની પોતાની આવડત: દરેક ગાયક દરેક ગીત ગાવા શક્તિમાન નથી. ગાયક સ્વરરચનાને કેટલા ભાવથી ગાઈ શકે છે, તેના ગળાનો ટોન કેવો છે, તે લોકગીત સાથે સંમત થાય છે કે નહીં તે ગીતમાં મહત્વનો ભાગ ભજવે છે. હેમુ ગઢવી જ્યારે કરુણ લોકગીતો ગાતા, ત્યારે તે લોકોને રડાવી દેતા. અરે એમણે લતા મંગેશકરને પણ રડાવ્યાં છે.
  4. વાજિન્ત્ર વાદકની આવડતઃ વાજિન્ત્રો તો ઘણા વગાડે છે, પણ માત્ર સુરની સરવાણીથી સુંદર સંગીત સર્જાતું નથી. સારા ગાયકની જેમ સારો વાદક વાજિન્ત્રના સુરમાં એવા તો ભાવ લાવી શકે, કે તમારું હૈયું હચમચી જાય. પરંપરાગત રીતે રાવણહથ્થો વગાડનાર ગરબા અને અન્ય ગુજરાતી લોકગીતોમાં ગાયકને સાથ આપતા હોય છે. અરે સાથ શું, બન્નેનાં હ્રદય એક બીજા સાથે જોડાયેલાં હોય છે. મેં એવો રાવણહથ્થો વડાનરાર સાંભ્ળ્યા છે, જે અઢી રૂપિયાના રાવણહથ્થામાંથી લાખ રૂપિયાની વાયોલીન જેવા ભાવ ઉપજાવી શકે.
  5. ઓરક્રેસ્ટા અરેન્જમેંટઃ આધુનિક રાસ અને ગરબા ઘણાં વાજિન્ત્રોનો ઉપયોગ કરે છે. પણ કેટલાંક ગ્રુપો કોઇ જાતની સમજણ વગર બધાં જ વાજિન્ત્રો એકી સાથે વગાડી ઘોંઘાટ કરી મૂકે છે. બહુવિધ વાજિન્ત્રોને યોગ્ય રીતે સ્થાન આપવાથી સોનામાં સુગંધ ભળે છે.

ગાયકોને બાદ કરતાં મારાં ગીતોમાં બાકીની બધી જવાબદારી લેતો હોઊં છું.’એને વિજોગ’ પતિના વિરહમાં ઝૂરતી પત્નીનું ગીત છે. સાહિત્યનું આ ગીત ૧૯૭૦માં કવિવર શ્રી રાજેન્દ્ર શાહે એમના સામયિક ‘કવિલોક’માં પ્રગટ કર્યું હતું. ત્યારે સંગીતમાં વધુ રસ લેવાનો સમય નહતો. થોડા સુર મનમાં રમતા હતા. ૨૫ વરસ બાદ મારા સિન્થેસાઈઝેર પર એનું નવેસરથી કોમ્પોઝીશન કર્યું. આમતો સિન્થેસાઇઝરમાં કરુણતાનો ભાવ આપી શકે તેવાં ઠીક ઠીક વાજિન્ત્રો હતાં. પણ મને સંતોષ નહતો. મારી પાસે નવાં વાજિન્ત્રો બનાવવાની આવડત હતી, પણ તેમાં ખૂબ જ સમય જતો હતો. પણ મારે આ વિરહિણીની વેદનાને ચરમસીમા સુધી પહોંચાડવી હતી. તેથી મને સંતોષ ન થાય ત્યાં સુધી મેં પ્ર્યત્ન કર્યા કર્યો. આ ગીત સાંભળશો તો આપને આ હ્રદય દ્વારક કલ્પાંત કરતા વાજિન્ત્રોનો પરિચય થશે. નેહા મહેતાએ આ ગીતને ખૂબ જ ભાવપૂર્વક ગાયું છે.

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in AasopalavNi Dale, Bhuri ShaiNa Kuva Kanthe, Bollywood Oasis, Club Oasis, Dance Music, Dandiaraas, Dandiya Raas, Garba, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Literature, Gujarati Net, Gujarati Poetry, Happy Navratri, Hindi Blog, Hindi Net, MP3, Navratri, Oasis Thacker, Poem, Poetry, Raas, Sangeet, कविता, गरबा, गीत, गीत और संगीतः घनश्याम ठक्कर (ओएसीस), घनश्याम ठक्कर, घनश्याम ठक्कर (ओएसीस), डांडियारास, संगीत, हिन्दी नेट, हिन्दी ब्लोग, આસોપાલવની ડાળે, કવિતા, ગરબા, ગીત, ગુજરાત, ગુજરાતી કવિતા, ગુજરાતી નેટ, ગુજરાતી બ્લોગ, ગુજરાતી સંગીત, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, ડાંડિયા રાસ, ડાંડિયારાસ, દાંડિયા રાસ, દાંડિયારાસ, નવરાત્રી, ભૂરી શાહીના કૂવા કાંઠે, સંગીત, સાહિત્ય and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published.