Read in English
India’s Elections: The New Formula – Oasis Thacker
સૌ પ્રથમ તો ભારતના નવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને પ્રચંડ વિજય માટે અભિનંદન અને શુભેચ્છાઓ.
અમેરિકાના પ્રેસિડેંટ બિલ ક્લીન્ટને તેમના વિજય અને તેમની સફળતાના સંદર્ભમાં એક વાર કહ્યું હતું. ‘મુરખ, એ તો ઇકોનોમી છે!’ અર્થાત સારા આર્થિક પરિણામોને લોકો મત આપે છે.
યુ.એસ.એ. જેવા દેશમાં આવો સીમ્લીસ્ટીક નિષ્કર્ષ સુસંગત છે. પરંતુ ભારતની લોકશાહી જટિલ અને કન્ફ્યુઝ્ડ છે. ભારતમાં અર્થતંત્ર અને રોજગારી અતિરિક્ત બીજા અનેક પરિબળ અસર કરતાં હોય છે, જેનો જનતાની સુખાકારી સાથે કોઈ સંબંધ નથી.
થોડાં ઉદાહરણઃ
- વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીનું અવાસ્તવિક સોસિયાલિસ્ટિક રાજકારણ. ફ્રિ માર્કેટ અર્થતંત્ર માટે અણગમો.
- ઉપરની નીતિએ ગરીબોને આર્થિક સધ્ધરતા મેળવવા માટે અવરોધો ઊભા કર્યા.
- ગરીબને ગરીબ રાખી, તેમને વોટ-બેંક માટે નજીવા આર્થિક લાભો આપવાની નીતિ.
- કોમી વિભાજન અને હિંસા દ્વારા વોટ-બેંકની નીતિ.
- જ્ઞાતીવાદના વિભાજન દ્વારા વોટ-બેંકની નીતિ.
- ઘણા ભારતિયોની રાજવંશીય (dynastic)-પૂજાની માનસિકતા જેને કારણે ઘણા નહેરૂ-ગાંધીના વંશજો, અને બીજા આવાં કુટુમ્બોને કોઈ જાતની યોગ્યતા વિના ભારતના ભાગ્યનું સુકાન સોંપવાની વિચારધારા.
- ભ્રષ્ટાચારને છૂટ્ટો દોર, અથવા તેની સ્વીકૃતિ.
પરંતુ કોંગ્રેસ પાર્ટી સમાજમાં થઈ રહેલા નીચેના ફેરફારોની નોંધ લેવામાં અસફળ રહીઃ
- રશિયા અને ચીન જેવા કૉમ્યુનીસ્ટ દેશો પણ પાછલા દરવાજે મૂડીવાદ તરફ સરકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કોંગ્રેસને બીક હતી કે આમ કરવાથી ગરીબો તરફ બે ટૂકડા ફેંકી વોટબેંકને ફિક્સ્ડ ડિપોઝીટ વોલ્ટમાં રાખી મૂકી હતી તે ચાલી જશે..
- નવી શિક્ષિત પેઢીને સાંપ્રદાયિક કે જાતીવાદી રાજકારણમાં રસ નથી. રોજગારી અને આર્થિક સમૃધ્ધિ એમને માટે મહત્વના મુદ્દા છે.
- ૨૪-૭ મલ્ટીમિડિયા, ખાસ કરીને પ્રાઇવેટ કેબલ ન્યુઝ અને ઇન્ટરનેટ દ્વારા ભારતના યુવાનોને દુનિયાના સમૃધ્ધ દેશોની રહેણીકરણી અને વિચારધારાનો પરિચય થયો છે. આને કારણે તેમને સારા અર્થતંત્ર અને શાન્તિપૂર્ણ સમાજ વ્યવસ્થા અંગે શાણપણ લાવવામાં મદદ થઈ છે.
- અભણ જૂની પેઢી ધીરે ધીરે મૃત્યુ પામી રહી છે, અથવા તેમના બાળકો તેમને સત્ય સમજાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
- છેલ્લાં થોડાં વર્ષોમાં ગુજરાત જેવા રાજ્યોના નાગરિકોએ નવા અર્થતંત્ર દ્વારા થયેલા વિકાસનાં ફળ ચાખ્યાં છે. ૨૫ વરસ પહેલાં જે કુટુંબો સાઈકલ ચલાવતા હતા, તે મધ્યમ વર્ગનાં કુટુંબો પાસે હવે કાર છે. તેમને હવે ફાલતુ આઇડિયોલોજીમાં રસ નથી. ગરીબોને પણ ભીખના ટૂકડાઓમાં રસ નથી. લોકો સંપૂર્ણ સમાજના વિકાસમાં માનતા થયા છે.
૨૦૧૪ની ચૂંટણીએ એ સાબીત કરી બતાવ્યું છે કે, હવે લોકો તેમની આબાદી સિવાયના ઇસ્યુને કારણે મત નહીં આપે. સામ્પ્રદાયિક કે જ્ઞાતિવાદનાં રાજકારણ હવે ભૂતકાળ થઈ ચૂક્યાં છે.
આગામી ચૂંટણીઓની નવી ફોર્મ્યુલાઃ
‘અમે પાંચ વરસ પહેલાં જે સ્થિતિમાં હતા, તેના કરતાં સારી સ્થિતિમાં છીએ?’
જો જબાબ ‘હા’ હશે તો સત્તાધારી સરકાર ફરીથી ચૂટાશે.
જો જવાબ ‘ના’ હશે તો ‘બાય બાય’.
સારી સ્થિતિઃ
- અર્થતંત્રમાં પહેલાં કરતાં સુધારો.
- રોજગારીમાં પહેલાં કરતાં સુધારો.
- ઇન્ફ્રાસ્ટક્ચરમાં પહેલાં કરતાં સુધારો. ખાસ કરીને પબ્લીક ટ્રાન્સ્પોર્ટેશન, રોડ વગેરે.
- જીવનની મૂખ્ય જરૂરિયાતો, જેમ કે વીજળી, પીવાનું પાણી વગેરેમાં સુધારો.
- ફૂગાવો અને ભાવ વધારામાં અંકુશ.
- ગુનાખોરી અને કોમી હિંસા સામે રક્ષણ.
- શિક્ષણ વ્યવસ્થામાં પહેલાં કરતાં સુધારો
=====================================
Read in English