Sandya [Film: Navrang]
અરે જારે હટ : સ્વર અને સુર – ઘનશ્યામ ઠક્કર
Play Video Youtube
Play Audio (Mp3)
================================================================
Other Holi posts
होली की शुभकामनाएं – घनश्याम ठक्कर [ओएसीस] Happy Holi – Ghansham Thakkar (Oasis)
Happy Holi [Rang Barse Instrumental Remix] – Ghansham Thakkar
નંદના કુંવર (સંગીત) : ઘનશ્યામ ઠક્કર
===============================================================
This post in English
Happy Holi (Are Jare Hat : Instrumental and Voice : Oasis Thacker)
================================================================સૌ મિત્રોને હોળી માટે શુભેચ્છાઓ
આજે આપ સૌના માટે મેં ફિલ્મ નવરંગનું જાણીતું હોળી ગીત ‘અરે જારે હટ નટખટ’ નું વાદ્ય સંગીત તૈયાર કર્યું છે, એમાં મારો સ્વર પણ સાંભળવા મળશે.
કલાગુરુ વી. શાન્તારામની ફીલ્મ ‘નવરંગ’ ભારતનાં શ્રેષ્ઠ ‘મ્યુઝિકલ’ માં મોખરે છે. તેમણે તેમની ફિલ્મોમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, નૃત્ય, અને સ્થાપત્યને કલાત્મક રીતે રજુ કરવામાં આગેવાની લીધી હતી. ‘નવરંગ’ માં શાસ્ત્રીય સંગીત અને નૃત્ય ઉપરાંત ગુજારાતી લોકગીત અને લોકસંગીતનું સુંદર ફ્યુઝન કરવામાં આવ્યું છે.
સી. રામચંદ્ર ભારતીય ફિલ્મ સંગીતના પાયોનિયર સંગીતકાર છે. તેમણે ભારતના શાસ્ત્રીય અને લોકસંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીતનાં સુંદર ફ્યુઝન આપણને આપ્યાં છે.
સંધ્યા ભારતની શ્રેષ્ઠ નૃત્યકાર/અભિનેત્રીમાંની એક છે. આ શાસ્ત્રીય/ફોક હોળી નૃત્યમાં સ્ત્રી અને પુરુષ બન્નેનો રોલ કરી એમની નૃત્યકલાની પરાકાષ્ઠા બતાવી દીધી છે.
ગીતની શરૂઆતમાં તાલ સાથે કાવ્યપઠન સંગીતકાર ચીતલકરે પોતે કર્યું હતું તે જવાબદારી પણ મેં અદા કરી છે.
આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરે આ ગીતને સુંદર રીતે ગાયું છે.
આશા છે આ રિમિક્સ આપ સૌને ગમશે.
ઘનશ્યામ ઠક્કર