૨૪ જાન્યુઆરી……૪૦ સાલ બાદ (ફોટો ગેલરી સાથે) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

Dallas Vacation Pictures November 2013 (Photo Gallery)

24th January…40 Years Anniversary to USA – Oasis Thacker

૨૪ જાન્યુઆરી ૧૯૭૩ ની પરોઢે ૧ વાગ્યાની આસપાસ મેં જીવનમાં પ્રથમ વાર એરોપ્લેનની મુસાફરી શરૂ કરી…..અને તે પણ અમેરિકા જવા માટે. તે જ દિવસે રાતે આઠ-નવ વાગે હું ડાલાસના લવ ફિલ્ડ એરપોર્ટ પર ઉતર્યો. લવફીલ્ડ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ નહતું.અત્યારના એરપોર્ટની સરખામણીમાં તે બસસ્ટોપ કરતાં પણ નાનું કહી શકાય. ડાલાસ-ફોર્ટવર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટનો હજી જન્મ પણ નહતો થયો ( કોને ખબર હતી કે થોડા વરસ પછી હું તે મહાન એરપોર્ટના વિકાસનો નાનકડો હિસ્સો બનીશ! ). હું ડાલસમાં કોઈને ઓળખતો નહતો. યુનિવર્સિટી ઓફ ડાલાસમાં મને સ્ટુડન્ટ વિસા પર એડમિશન મળ્યું હતું, અને મને જણાવવામાં આવ્યું હતું કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસોસીયેશનના વિદ્યાર્થીઓ મને એરપોર્ટ લેવા આવશે. પણ કોઈ લેવા આવ્યું હોય તેમ લાગ્યું નહીં. અર્ધો કલાક થવા આવ્યો, પણ કોઈ દેખાયું નહીં. નાનકડા એરપોર્ટ પર બીજાં ફ્લાઈટ આવવાનાં નહતાં, તેથી તે વેરાન અને

બિહામણું લાગવા માંડ્યું.

કચરો સાફ કરનાર સિવાય લગભગ કોઈ દેખાતું નહતું. મેં ડાઇમ (દસકો) કાઢી ફોન કરવાનો પ્ર્યત્ન ક્રર્યો,   પણ રાત હતી એટલે કોઈ ફોન ઉપાડતું નહતું. અંગ્રેજી બોલતાં તો આવડે, પણ ટેક્સાસ રાજ્યના ઉચ્ચારો મને સમજાય નહીં, અને તેમને હું

બોલું તે સમજાય નહીં

છેવટે એક કર્મચારીને મેં વિગત લખીને આપી. એણે યુનિવર્સિટી પર લાંબો સમય રીંગ વાગવા દીધી.  છેવટે એક સાફસુફી કરનારે ફોન ઉપાડ્યો. એ બન્ને એક-બીજાને સમજી શકતા હતા. સાફસુફી કરનારે એક રાતનો ક્લાસ ચાલતો હતો ત્યાં જઈ પૂછ્યું મારા સદ્નસીબે મને લેવા આવવાના હતા તે ત્રણેય વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા (તેથી લેવા આવવામાં મોડું થયું હતું). થોડી વાર પછી બે પાકિસ્તાની અને એક ભારતિય મિત્રો મને લેવા આવ્યા.
એ વાતને ૪૦ વરસનાં વહાણાં વાઈ ગયાં છે. આ લેખ લાંબો છે, પણ આજે ખૂબ જ કામમાં છું તેથી લેખ અધૂરો મૂકું છું કાલે પૂરો કરીશ. એ દરમ્યાન આપ ઉપર ની લીંક પર ફોટોગ્રાફ જોઈ શકશો, કે પૂરો લેખ અંગ્રેજીમાં વાંચી શકશો.
કાલે મળીએ.

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *