આસોપાલવની ડાળે [ પ્રથમ વાર સંપૂર્ણ ગીત ]- ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) AasopalavNi Dale – Debut – Ghanshyam Thakkar (Oasis)

આસોપાલવની ડાળે

It may take one minute after clicking the above link for the song to play. Refresh if it does not.

મિત્રો,

આપે મારા સંગીત આલબમ ‘આસોપાલવની ડાળે‘ નું ટાઇટલ ગીત ‘આસોપાલવની ડાળે’નું સૅમ્પલ આજ સુધી સાંભળ્યું છે. મને જણાવતાં આનંદ થાય છે કે આજે પ્રથમ વાર આપને સંપૂર્ણ ગીત સાંભળવા મળશે. આશા છે કે મારું આ પ્રિય ગીત આપનું મનોરંજન કરશે. કિશોર મનરાજા, નિશા ઉપાદ્યાય અને કોરસ (દેવયાની બિન્દ્રે) જેવા કુશળ ગાયકોએ ગીત તેમના મધુર સ્વરમાં ગાયું છે.

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

AasopalavNi Dale

Poetry and Music: Ghanshyam Thakkar

Singers: Kishore Manraja, Nisha Upadhyay and chorous

'AasopalavNi Dale' CD cover front
 આસોપાલવની ડાળે      Oasis Thacker 

Read translation of lyrics in English

 
આસોપાલવની ડાળે કોયલડી બોલી ત્યારે,-
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
 
ઊંચે રે ટીંબે મારા વ્હાલમનાં ખોરડાં
ખડતલ છે ઢોલિયા ને આથમતા ઓરડા…
આ ઘરથી પેલે ઘર છે વાડ્યો ગુલાબની, ને
મારા તો ચોળી-ચણિયા નવા રે નકોરડા!
 
નફ્ફટ કાંટાએ મારી લાજલડી ખોલી ત્યારે 
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
આસોપાલવની ડાળે કોયલડી બોલી ત્યારે,-
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
 
ફૂલો જો લાવશો તો અવળું કંઈ બોલશું,
કાંટા લઈ આવશો તો દરવાજા ખોલશું;
ભરરે બજાર સોનલ! લાજશરમ છોડી દૈને
ફૂલોની ભારોભાર કાંટાને તોળશું!
 
ઘનશ્યામે શૂળ લવંડર-શાહીમાં બોળી ત્યારે
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
આસોપાલવની ડાળે કોયલડી બોલી ત્યારે,-
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)

 

 

 

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in AasopalavNi Dale, Art, Bollywood Oasis, Club Oasis, computer art, geet, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Literature, Gujarati Net, Gujarati Poetry, Kavita, MP3, Music, Oasis Thacker, Oasis-Music, Poem, Poetry, कविता, गीत, गीत और संगीतः घनश्याम ठक्कर (ओएसीस), घनश्याम ठक्कर, घनश्याम ठक्कर (ओएसीस), संगीत, આસોપાલવની ડાળે, કવિતા, ગીત, ગુજરાત, ગુજરાતી કવિતા, ગુજરાતી નેટ, ગુજરાતી બ્લોગ, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, સંગીત and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *