શરદપૂનમની રાતે…તારી ભરતીનાં મોજાંને કાંઠે – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Ghanshyam Thakkar (Oasis)

शरदपूर्णिमा की शुभकामनाएं

શરદપૂનમની રાતે…

તારી ભરતીનાં મોજાંને કાંઠે  Play>

ગીત – સંગીત: ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

સ્વરઃ કિશોર મનરાજા, નેહા મહેતા અને વ્રુંદસંગીત

આલબમ : આસોપાલવની ડાળે

Music & Lyrics: Ghanshyam Thakkar (Oasis)

સૌ મિત્રોને શરદપૂનમની શુભેચ્છાઓ.

ચંદ્રમાની અસર આપણાં હ્રદય અને ઊર્મિઓ પર થાય છે. અને પૂર્ણિમાની રજની સમયે એ ચંદ્રકિરણ-સંવેદન મિશ્રિત  હ્ર્દયને બેબાકળું કરી મૂકે છે. જોગાનુજોગ, જ્યારે માનવ-સંવેદનોનાં જળમાં ભરતી આવે છે, મોજાં ઉછળે છે, ત્યારે સમુદ્રમાં પણ ભરતી આવે છે, અને મોજાં ઉછળે છે. ઉર, પ્રેમીની ગેરહાજરી કે હાજરીમાં પણ, એક સુખદ દર્દ અનુભવે છે.

પ્રેમગીતો ઘણા પ્રકારનાં હોય છે, અને તેનું સંગીત પણ. પ્રેમીઓ એકબીજાની હાજરીમાં પ્રેમનું, મિલનનું વાતાવરણ ઊભું કરતાં ગીતો (દા.ત. બહારો ફૂલ બરસાઓ), પ્રેમીઓ એકબીજા સાથે મજાક-મસ્તી કરતાં ગીતો વગેરે. પણ થોડાં ગીતો એવાં છે જે પ્રેમનું અસહ્ય દર્દ કલાત્મક કરવામાં સફળ રહ્યાં છે. એનું સૌથી સુંદર ઉદાહરણ છે ફિલ્મ પ્રોફેસરનું ‘આવાઝ દે કર હમેં તુમ બુલાઓ’ આ ગીત રિલિઝ થયું ત્યારે હું માંડ ૧૬ વરસનો હતો, પણ જ્યારે પણ સાંભળું ત્યારે મારા ઉરના ચીરા કરી નાખતું હતું. અંગ્રેજી સંગીતમાં પણ આવાં ગીતો છે. દા.ત. જહોન ડેન્વરનું ‘ઍનીઝ સોન્ગ’ અને મૂડી બ્લુઝ નું ‘નાઇટ્સ ઇન વ્હાઇટ સેટિન’

‘તારી ભરતીનાં મોજાંને કાંઠે’ તૈયાર થઈ રહ્યં હતું ત્યારે હું માનવ-સંવેદનો (પ્રેમનાં કે વિરહનાં) ને પરાકાષ્ઠાએ પહોંચાડે એવા સુર, અને એ સુરને ન્યાય આપે તેવાં વાજિન્ત્ર મારા સિન્થેસાઇઝર પર બનાવી રહ્યો હતો. આ પરાકાષ્ઠા ‘એને વિજોગ’ વિરહગીતમાં આપ સૌએ થોડા દિવસ પહેલાં અનુભવી. આજે પ્રેમના દર્દને નવી સીમા આપતું ગીત શરદપૂનમની ચાંદનીના અજવાળે આપ સાંભળી શકશો.

કિશોર મનરાજા અને નેહા મહેતાએ આ ગીતનાં શબ્દ, સુર અને સંવેદનોને સુંદર રીતે ગાયાં છે. કિશોર મનરાજાએ તો કમાલ કરી નાખી છે. માત્ર આલાપ ‘હે…………..’ સાંભળો. મેં સોંગ-વાયોલીન (સંગીતકાર દ્વારા ગાયકને માર્ગદર્શન આપતું વાજિન્ત્ર) પર જે સુર અને કોમળ ભાવ આપ્યા છે તેને સંપૂર્ણ રીતે કિશોરભાઈએ એમના ગળામાં ઉતાર્યા છે. ક્યારેક ગીતનું વાદ્યસંગીત બ્લોગ પર મૂકીશ ત્યારે આપને તેની ખાતરી થશે.

Singers: Kishore Manraja, Neha Mehta
AasopalavNi Dale
गरबा

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in AasopalavNi Dale, Art, Club Oasis, Dance Music, Dandiaraas, Garba, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Literature, Gujarati Net, Gujarati Poetry, MP3, Music, Navratri, Oasis Thacker, Oasis-Music, Poetry, Sharad Poornima, कविता, गरबा, गीत, गीत और संगीतः घनश्याम ठक्कर (ओएसीस), घनश्याम ठक्कर, घनश्याम ठक्कर (ओएसीस), डांडिया रास, डांडियारास, शरदपूर्णिमा, संगीत, આસોપાલવની ડાળે, કવિતા, ગરબા, ગીત, ગુજરાત, ગુજરાતી કવિતા, ગુજરાતી નેટ, ગુજરાતી બ્લોગ, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, ડાંડિયા રાસ, ડાંડિયારાસ, દાંડિયા રાસ, દાંડિયારાસ, નવરાત્રી, શરદપૂનમ, સંગીત and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *