બહુલ ભાષાઓમાં પુસ્તક રૂપે જોડણીકોષ અને શબ્દકોષ સંકલિત કરવા તે ભાષા અને વ્યાકરણનું ઊંડું જ્ઞાન અને અત્યંત મહેનત માગી લે છે. પણ ૨૧મી સદીમાં ઇન્ટરનેટની સગવડ થયા પછી તરત જ કોમ્પ્યુટર વિજ્ઞાન અને ઇન્ફરમેશન ટેક્નોલોજીનો ઊંડો અભ્યાસ કરી ઉપર જણાવેલા જ્ઞાનને ઇન્ટરનેટ ઉપર ઉપલ્બ્ધ કરવું તે વિરલ જ્ઞાન અને મહેનત માગી લે છે. કહેવાની જરૂર નથી કે શ્રી રતિકાકાના ગુજરાતી લેક્સીકોનનો હું ચાહક અને વપરાશકર્તા છું. આખી જિંદગી જેણે જોડણીકોશ અને શબ્દકોશનાં મોટાં મોટાં થોથાં ફંફોસી પસાર કરી હોય તેને માટે માઉસની એક ક્લિકથી જોડણી અને શબ્દાર્થ મળી જાય એ તો વીસ વરસ પહેલાં કલ્પનાની પણ બહાર હતું.
રતિકાકા સાથે હમણાં સુધી અંગત સંપર્ક નહતો. જુલાઈ ૧૨, ૨૦૧૩ ના રોજ ‘જોડણી કે છોડણી??‘ નિબંધ બ્લોગ પર પ્રસિધ્ધ કર્યો કે તરત ગુજરાતી લેક્સિકોન તરફથી ઇમેલ મળી, જેમાં મારા બ્લૉગના વખાણ ઉપરાંત Gujaratilexicon Dictionary ની લીંકને મારા બ્લૉગ પર મૂકવા તેઓએ વિનંતી કરી. ઇમેલ મળ્યા પછી પાંચ જ મિનિટમાં લીંક Ghanshyam Thakkar (Oasis)’s Laya-Aalay અને Oasis Thacker’s Arts & Entertainment પર મૂકી દીધી. ગુજરાતી કવિતા અને સંગીત પર પણ મૂકી, પરંતુ કોઈ ટેક્નીકલ કારણસર દ્રશ્યમાન થઈ નહીં.
તરત જ રતિકાકા તરફથી આ લીંકો સત્વર મૂકવા માટે આભારની ઇમેલ આવી.
રતિકાકા સાયબરસ્પેસમાં અને આપણા સૌનાં હૃદયમાં હમેશાં જીવંત રહેશે.
One Response to આદરણિય શ્રી રતિલાલ ચંદરિયાને વિદાય – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) [Ghanshyam Thakkar (Oasis)]