પોપચાં ચટ્ટકે સે [ગીત-સંગીતઃ ઘનશ્યામ ઠક્કર] નવરાત્રીની શુભેચ્છાઓ – હીંચ-ગરબા

પોપચાં ચટ્ટકે સે

ગીત-સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

સ્વરઃ દેવયાની અને વ્રુંદ

હીંચ-ગરબા

હીંચના લયમાં રચાયેલું સાહિત્યનું આ આધુનિક લોકગીત ૧૯૭૦ની આસપાસ લખ્યું ત્યારે એ કલ્પના પણ નહતી કે વર્ષો પછી એની સ્વર રચના પણ હું કરીશ અને એનાં વાજિન્ત્રો અને રિધમ પણ હું વગાડીશ. આ કાવ્ય મારા કાવ્યસંગ્રહ  ‘ભૂરી શાહીના કૂવા કાંઠે‘ માંથી લીધું છે.

હીંચ એ ગરબાનો એક ઉછળતો-કૂદતો પ્રકાર છે. ઢોલ ના વાગતું હોય તોય, શબ્દોના ધ્વનીમાં જ એટલો લય હોય છે, કે તમને ઠેક લેવા ઉત્તેજિત કરે. પણ જ્યારે યોગ્ય શબ્દ, સ્વર રચના, ગાયક અને વાજિંત્રોનો સુમેળ થાય તો તો હીંચ ઑર ખીલી ઊઠે. તમારે ઠેક મારી નાચ્યા સિવાય છુટકો જ નથી.

અવારનવાર મારાં આલબમના રૅકોર્ડીંગ સમયે થયેલા રસપ્રદ અનુભવો પણ લખતો હોઊં છું. ‘આસોપાલવની ડાળે‘ માટે નેહા મહેતા અને નિશા ઉપાધ્યાય સ્ત્રી-ગાયક માટે નક્કી કર્યાં હતાં, અને ‘ઓ રાજરે‘ માટે લોક-ગાયિકાઓ દમયંતી બરડાઈ અને જયશ્રી ભોજવિયા હતાં. . ‘આસોપાલવની ડાળે‘માં મોટાભાગનાં ગીતો પૉપ-સુગમના વાતાવરણમાં હતાં, જ્યારે ‘ઓ રાજરે‘ નાં ગીતો ‘ડાંડિયારાસ’ની લઢણમાં હતાં. પણ ‘આસોપાલવની ડાળે‘માં મારાં લખેલાં બે ગીત લોકગીત પ્રકારનાં હતાં તેથી તે ગીતો આ આલબમની મુખ્ય ગાયિકા નેહા મહેતાને બદલે દમયંતી બહેન કે જયશ્રી બહેન પાસે ગવડાવવાનું નક્કી કર્યું.
જયશ્રી ભોજવિયાએ ‘ અવસર‘ ખૂબ જ સરસ રીતે ગાયું. એટલે સુધી કે એ એમનાં પોતાનાં ગાયેલાં ગીતોમાંથી આ સૌથી પ્રિય ગીત બની ગયું.

પણ કોણ જાણે કેમ, ‘પોપચાં ચટ્ટકે સે’ ગીત લોકગીત પ્રકારનું હોવા છતાં દમયંતીબહેન અને જયશ્રીબહેન બન્ને ન ગાઈ શક્યાં.  એ પછી નેહા મહેતાએ પ્ર્યત્ન કર્યો, પણ તે પણ ન ગાઈ શક્યાં.

દેવયાની બિન્દ્રે મહારાષ્ટ્રિયન છે. બીજી ત્રણ બહેનો સાથે ‘કોરસ’ કે ‘વૃંદ’ તરીકે ગાતાં હતાં, જેમને મેં આ બન્ને આલબમ માટે  ‘વૃંદ’ તરીકે લીધેલાં. પણ શાસ્ત્રીય સંગીત શીખેલાં દેવયાનીનો અવાજ સોલો માટે પણ ખૂબ જ મધુર છે, અને તેઓ સ્ટેજ પર ત્યારે નિતિન મુકેશ સાથે લીડ સીંગર તરીકે ગાતાં હતાં. જ્યારે બધી ગુજરાતી બહેનો આ હીંચ ના ગાઈ શક્યાં ત્યારે આ મરાઠી બહેનને ગાવા વિનંતી કરી. દેવયાનીએ ગીત ખૂબ જ સુંદર ગાયું છે. અરે ચરોતરના ઉચ્ચારો પણ સારી રીતે નિભાવ્યા છે.

 

 

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in AasopalavNi Dale, Art, Bhuri ShaiNa Kuva Kanthe, Bollywood Oasis, Club Oasis, computer art, Dance Music, Dandiaraas, Dandiya Raas, Garba, geet, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Literature, Gujarati Net, Gujarati Poetry, Happy Navratri, MP3, Music, Oasis Thacker, Oasis-Music, Poem, Raas, कविता, गीत और संगीतः घनश्याम ठक्कर (ओएसीस), घनश्याम ठक्कर, घनश्याम ठक्कर (ओएसीस), डांडिया रास, डांडियारास, संगीत, આસોપાલવની ડાળે, કવિતા, ગુજરાતી કવિતા, ગુજરાતી નેટ, ગુજરાતી બ્લોગ, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, ડાંડિયા રાસ, ડાંડિયારાસ, દાંડિયા રાસ, દાંડિયારાસ, ભૂરી શાહીના કૂવા કાંઠે, સંગીત and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *