મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી
At Dawn: Daddy, Daughter and Doggie
(ફોટોગ્રાફ)
ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી (ફોટોગ્રાફ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
પરોઢ અને સમીસાંજ એ દિવસ અને રાત્રી વચ્ચેના અસાધારણ કાળ છે. આમ તો આછો સૂર્યપ્રકાશ બન્ને સમયે સરખો હોય છે, પણ વાતાવરણ તદ્દ્ન અલગ. અને મનુષ્યની માનસિક સ્થિતિ પણ બન્ને સમયે અલગ હોય છે. જો આ બન્નેનું મિશ્રણ કરો, તો બન્ને વચ્ચેનો ભેદ વાસ્તવિક રીતે જ નહીં, પણ ફોટોગ્રાફમાં પણ છતો થઈ જાય છે.
સાંજને સમય માણસ કામ કરી, થાકીને ઘેર પાછો ફર્યો હોય છે, હવામાં પણ (પ્ર)દૂષણ હોય છે. માણસ આરામ અને વિરામ શોધતો હોય છે….ક્યારેક વાઇના એક ગ્લાસ કે બીયરની મદદથી.
પણ ભળભાંખળાનું વાતાવરણ શાન્ત, તથાપિ ઉત્સાહિત હોય છે. સૂર્ય હજી ગુપ્તવાસમાં હોવા છતાં આછા પ્રકાશના સંદેશા મોકલવાના શરૂ કરે છે. હજી શેરીની બધી બત્તીઓ બુઝાઈ નથી. ઝાડપાનનો રંગ હજી તેમના પડછાયા જેવો લાગતો હોય છે. અને આ બધું એક મનોરમ્ય વાતાવરણ ઊભું કરે છે. અને જો જળને કિનારે હો તો તો પૂછવું જ શું. શેરી-બત્તીઓના પ્રકાશના જળસ્નાનનું દ્રશ્ય જ જુઓને!
Oasis Thacker
પરોઢ અને સમીસાંજ એ દિવસ અને રાત્રી વચ્ચેના અસાધારણ કાળ છે. આમ તો આછો સૂર્યપ્રકાશ બન્ને સમયે સરખો હોય છે, પણ વાતાવરણ તદ્દ્ન અલગ. અને મનુષ્યની માનસિક સ્થિતિ પણ બન્ને સમયે અલગ હોય છે. જો આ બન્નેનું મિશ્રણ કરો, તો બન્ને વછેનો ભેદ વાસ્તવિક રીતે જ નહીં, પણ ફોટોગ્રાફમાં પણ છતો થઈ જાય છે.
સાંજને સમય માણસ કામ કરી, થાકીને ઘેર પાછો ફર્યો હોય છે, હવામાં પણ (પ્ર)દૂષણ હોય છે. માણસ આરામ અને વિરામ શોધતો હોય છે….ક્યારેક વાઇના એક ગ્લાસ કે બીયરની મદદથી.
પણ ભળભાંખળાનું વાતાવરણ શાન્ત પણ ઉત્સાહિત હોય છે. સૂર્ય હજી ગુપ્તવાસમાં હોવા છતાં આછા પ્રકાશના સંદેશા મોકલવાના શરૂ કરે છે. હજી શેરીની બધી બત્તીઓ બુઝાઈ નથી. ઝાડપાનનો રંગ હજી તેમના પડછાયા જેવો લાગતો હોય છે. અને આ બધું એક મનોરમ્ય વાતાવરણ ઊભું કરે છે. અને જો જળને કિનારે હો તો તો પૂછવું જ શું. શેરી-બત્તીઓના પ્રકાશના જળસ્નાનનું દ્રશ્ય જ જુઓને!
Pingback: મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી (ફોટોગ્રાફ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) | ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુજરાતી