નવું વેબ પેજઃ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’
મિત્રો,
મારી વેબસાઇટનાં ઘણાં અગત્યનાં પેજની ડિઝાઇન જ્યારે હું વેબ-પેજ ડિઝાઇન શીખી રહ્યો હતો ત્યારે કરી હતી, તેથી મને પોતાને પણ ખાસ પસંદ ન હતી. જેમ જેમ આ વિષયમાં આવડત વધતી ગઈ, તેમ સમય મળ્યે ફેરફારો/સુધારા કરતો રહ્યો છું. પરંતુ મારા વન-મેન શોમાં એટલી બધી પ્રવૃત્તિઓ સંકળાએલી છે, કે……માઇલ્સ ટુ ગો, બિફોર આઇ સ્લીપ. મારા બે કાવ્યસંગ્રહોનાં, ત્રણ સંગીતનાં આલબમનાં અને એક કાવ્યપઠનના આલ્બમનાં પેજિસ હમેશાં સૌથી વધારે લોકપ્રિય રહ્યાં છે. આજે ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’નું પેઇજ તેના ટાઇટલ કાવ્યના ઑડિયોપઠન સાથે બનાવ્યું છે. હજી પરિપૂર્ણ તો નથી, પણ એક વાર એડિટ કરીશ તો કામ ચાલશે.
આશા છે કે આ નવું પેજ આપ સૌને પસંદ આવશે.
ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
Pingback: નવું વેબ પેજઃ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’ – ઘનશ્યામ ઠક્કર | ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુજરાતી કવિતા