
Ghanshyam Thakkar (OasisThacker)'s International Music Album release |
|
આસોપાલવની ડાળે copyright 1997 |
|
ઓ રાજરે copyright:1997 |
|
|
copyright:1993 |
કવિ અને સંગીતકાર
![]() |
![]() |
અભરાઇ-ચઢ્યા ધૂંધળા દર્પણને ઉતારો !
બિમ્બોમાં મઢેલા મારા વળગણને ઉતારો !
અવસર ગયો વીતી, હવે સૂનકાર છવાયો;
બાંધ્યું જે હતું દ્ધારે તે તોરણને ઉતારો !
મારામાંથી ફૂટી રહ્યા પડછાયા ફટોફટ;
કચડે છે મને મારા એ ભારણને ઉતારો !
થનગનતો કનકવો તો કપાઇ ગયો વહેલો;
ઝૂરે છે અગાશીમાં એ બચપણને ઉતારો !
સૌરભની પ્રતિસ્પર્ધામાં એ વૃક્ષે ચઢી છે;
ચૂંટી જે રહી ફૂલ એ માલણને ઉતારો !
BhagvatiKumar Sharma.