રાધાઃ
ઝટ રે જાવું રે મારે ઘેર રે, નંદના કુંવર મારું બેડલું ચઢાવને!
ગાયોનાં ધણ પહોંચી'ગ્યાં ક્યારનાં ગમાણમાં,
આખું વનરાવન આવી પેઠું મારી માણમાં!
સો જોજન આઘું લાગે શ્હેર રે,
નંદના કુંવર મારું બેડલું ચઢાવને!
ઝટ રે જાવું રે મારે ઘેર રે, નંદના કુંવર....
શ્યામઃ
તારા બેડલાની સાથે જૂનાં વેર રે,
કેમ કરી રાધે તારું બેડલું ચઢાવીએ....
આમ તો ઉચકિયે રાધે! ગોવર્ધન-ગીરને,
કેમ કરી ખાળું તારાં નજરુંનાં તીરને?
મટકી અડકુંને ચઢે ઝેર રે, કેમ કરી રાધે તારું બેડલું ચઢાવીએ.
રાધાઃ
નટવર ના શોભે આવો કૅર રે, નંદના કુંવર મારું બેડલું ચઢાવને!
----------------------------------------------------------
ઝરમર સરવર, લથબથ ઘાઘર,
પાલવ ફરફર જાય ઊડે;
વ્રજની ગાગર, મહી ને સાકર,
ઓઢણીમાં અત્તર-મ્હેક ચઢે.
ઝટપટ પનઘટ, ઘૂંઘટપટ ઊઘડે,
લટ છટકે જ્યાં મુખડે,
વાંસળી વગાડે પેલો નટવર નાગર,
ગોકુળનું ઘરઘર ઊમટી પડે!
-------------------------