એ કયો દેશ છે, જેના વિરહથી આ કષ્ટ છે?
શું હું ત્યાં હતો કોઈ દિવસ, કે હજી એ દેશ જોયો જ નથી,
કે પછી હું ત્યાં જ છું ?
મારી આંખમાંથી ફૂલ જેવું કશુંક ઝૂલે છે..
શું તે સ્મૃતિ છે?
મારું શરીર નકામા વૃક્ષની જેમ વર્ધિષ્ણુ છે..
શું તે આશા છે?
એક દિવસ મેં મારું હ્રદય કાઢીને કાઢીને પંખીઓને ખવડાવી દીધું હતું'
ટોળાબંધ તેઓ બધાં એ દેશ ભણી ઊડી ગયાં.
તે પછી ક્યારેક ક્યારેક હું તેમની છાયા જોઉં છું.
જ્યારે હિમ થઈને જાન્યુઆરી આવે છે, ટુકડો બની આકાશ ઝરી પડે છે,
તુષાર ચૂપચાપ ઝરે છે.
જ્યારે સબવેનો અંધકાર વટાવીને એકાએક જોઉં છું
ઓગળતા તડકામાં તોરણ જેવા ચાર રસ્તા.
કે કલકત્તાના બપોરવેળાના વરસાદમાં જ્યારે પૃથ્વી ઘણી નાની અને નિબિડ લાગે છે.
અને હું ખૂણાના ટેબલે ઝાંખો થતો ભળી જાઉં છું.
છાયા જોઉં છું તે પંખીઓની, મારું હ્રદય લઈને જેઓ ઊડી ગયાં હતાં.
જાણકાર છે તેઓ
બધા સમુદ્રો ઓળંગે છે, બધા સૈકતો પર ઊતરે છે, બધાં નગરમાં તેમના મિત્રો છે.
જોઈ છે મૅનહટનની ઇસ્ટ નદીમાં તેમની છાયા, બવેરિયાના સરોવરની છાતીમાં ચંચલ,
વળી જોઉં છું કલકત્તાના મેઘલા આકાશમાં.
બાકીનું કાવ્ય આ પછીની પોસ્ટમાં પ્રગટ થશે
--------------------------
Posted By
Ghanshyam Thakkar

આસોપાલવની ડાળે To buy CD click below Email to info@oasisthacker.co copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
